Nagar Prathmik Shikshan Samiti - Vadodara

શિક્ષણ એટલે સ્વપ્નો સાકાર કરવાનો એક રસ્તો. અને આ સ્વપ્નો પૂરા કરવા નીકળેલા ભારતના ભાવિ વિદ્યાર્થીઓને જરૂરી સહકાર આપવો એ આપણા સૌની ફરજ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા આજ ફરજ સાથે કાર્યરત છે. શિક્ષણ સાથે ટેકનોલોજી જોડી બાળકો માટે વિશ્વ ફલકના અનુભવો ઊભા કરી બાળકોના સર્વાંગી વિકાસમાં સહભાગી બનવું જ અમારું સ્વપ્ન છે.

શ્રી મિનેષકુમાર જગદીશચંદ્ર પંડ્યા

– ચેરમેન

Get Connected

1649337065WhatsApp_Image_2022-03-09_at_12.11.42_PM__1_-removebg-preview

શિક્ષણ એ દેશનું ઘરેણું છે અને તેની ઘડાઈ કેવી થાય છે તે નક્કી કરશે કે ભારતનું ભાવિ કેવું હશે. મારું માનવું છે કે વ્યક્તિને ગમે તે પરિસ્થિતિમાં અડીખમ ઊભો રાખે તે તેની સાચી કેળવણી. ઔપચારિક શિક્ષણની સાથે સાથે બાળકોમાં રહેલું અદ્દભૂત ટેલેન્ટ બહાર આવે, શિક્ષકો બાળકોના આ ટેલેન્ટને ઓળખી, વિકસાવી શકે અને બાળકો પોતાના રસના વિષયમાં આગળ વધી વિશ્વમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે.

ડૉ. હેમાંગ યોગેશચંદ્ર જોષી

– વાઇસ ચેરમેન

Get Connected

શું કરવું ? કેમ કરવું ? કેવી રીતે કરવું ? ક્યારે કરવું ? ક્યાં કરવું ? આ સ્પષ્ટતા થાય તો આપણો નક્કી કરેલ ગોલ સુધી પહોંચી શકાય. શિક્ષણના નક્કી કરેલ ગોલ સુધી પહોંચવા માટે ઉપરના પ્રશ્નોની સ્પષ્ટતા આપતી નીતિ એટલે આપણી રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૪. આ નીતિના આધારે બાળકો, શિક્ષકો અને સમાજનો વિકાસ થાય તેવા ઉત્કૃષ્ટ પ્રયત્નો કરવા. બાળકો માટે શાળા સર્વાંગી વિકાસનું માધ્યમ બંને, બાળકો વધુને વધુ પ્રેરિત બની ઉત્કૃષ્ટ પ્રગતિ કરે તેજ અમારું લક્ષ્ય છે.

શ્રી શ્વેતા પારગી

-શાસનાધિકારી

Get Connected