Nagar Prathmik Shikshan Samiti - Vadodara

રમત ગમતમાં છે જીવનનું રહસ્ય, અને રમત ગમત છે મનોરંજનનું સાર.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આનંદ અને ઉત્સાહ થી સમિતિની વિવિધ શાળા ના વિદ્યાર્થીઓ માટે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે શાળા રમતોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ રમતોત્સવ માં શિક્ષણ સમિતિ સંચાલિત કુલ 120 શાળાઓના 3000 વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવા માં આવ્યો છે. જેમાં કેરમ, ઉંચી કુદ, લાંબી કુદ, ગોળા ફેક, ચક્ર ફેક, યોગાસન, મેરેથોન જેવી વિવિધ રમતોનું વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રીતે પ્રદર્શન આપવામાં આવ્યું. તેમજ વિજેતા વિદ્યાર્થીનીઓને વીરબાળા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યું.