Nagar Prathmik Shikshan Samiti - Vadodara

બાળકોના ભવિષ્યને અમૃતમય બનાવવાનો ઉત્સવ એટલે બે દાયકાથી ગુજરાતમાં ઉજવાતો શાળા પ્રવેશોત્સવ

 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત માધવરાવ સદાશિવરાવ ગોળવલકર ( પૂ. ગુરૂજી ) પ્રાથમિક શાળા , હરણીમાં તારીખ 12 જુન 2023 ને સોમવાર ના દિવસે સવારે 08:00 કલાકે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલું જેમાં મુખ્ય મહેમાન માનનીય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર મેડમ, લાઈઝન ઓફિસર શ્રી રીતેશભાઈ સોલંકી, યુ.આર.સી કો-ઓર્ડીનેટર હીનાબેન ચૌહાણ તથા IED દિનાબેન સરવૈયા, પીએચસી સેન્ટરના સ્ટાફ તથા શાળાના મુખ્ય શિક્ષક શ્રી હીનાબેન ભટ્ટ અને તથા શાળા પરિવાર ની ઉપસ્થિતિમાં આંગણવાડી, બાલવાડી, બાલવાટિકા અને ધોરણ એકમાં નવીન પ્રવેશ આપેલા બાળકોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ મા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું કે જેમણે CET કોમન એન્ટ્રાન્સ ટેસ્ટમાં મેરીટ માં સ્થાન પામેલ અને પાસ થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ટ્રાન્સપોર્ટેશનની શરુઆત મુખ્ય મહેમાન દ્વારા કરવામાં આવી. મુખ્ય મહેમાન શ્રી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર મેડમ એ SMC શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક માં અધ્યક્ષ તથા સભ્ય સાથે શાળાની વિશેષતાઓ વિશે ચર્ચા કરી તેમજ પરિચય કરાવ્યો. શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યા બાદ કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો.