Nagar Prathmik Shikshan Samiti - Vadodara

આજ બતાવુ, કાલ બતાવુ ચાલો – ચાલોને તમને અમારો 51 મોં બાળમેળો બતાવુ..

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા વિદ્યાર્થીઓમાં સામૂહિક આરોગ્ય, સાંસ્કૃતિક અને શિક્ષણને સાર્થક બનાવવાના લક્ષ્ય સાથે, વિદ્યાર્થીઓને અવનવી શૈલીમાં રમત રમવાના હેતુ થી સયાજી બાગ ખાતે “51 મોં બાળમેળો” – સયાજી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટોક શો, અંતાક્ષરી, કોન બનશે જ્ઞાનપતિ, ટેલેન્ટ હન્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, એડવેન્ચર ઝોન, શૈક્ષણિક પ્રોજેક્ટ, વિસરાતી રમતો, આનંદ બજાર જેવી આકર્ષક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.