નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત શાળાઓના બાળકોનું દર વર્ષે આરોગ્ય વિભાગ દ્વારા સ્વાસ્થ્ય ચકાસણી કરવામાં આવે છે. જેમા ગંભીર બિમારી ધરાવતા બાળકોને નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ એન.જી.ઓ. અને સંસ્થાઓના સહયોગ થી શાળાઓમાં આંખોની ચકાસણી, સ્વાસ્થ્ય ચકાસણી, દાંતની ચકાસણી જેવા કેમ્પનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે.