શું કરવું ? કેમ કરવું ? કેવી રીતે કરવું? ક્યારે કરવું? ક્યાં કરવું? આ સ્પષ્ટતા થાય તો આપણો નક્કી કરેલ ગોલ સુધી પહોંચી શકાય. શિક્ષણના નક્કી કરેલ ગોલ સુધી પહોંચવા માટે ઉપરના પ્રશ્નોની સ્પષ્ટતા આપતી નીતિ એટલે આપણી રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦. આ નીતિના આધારે બાળકો, શિક્ષકો અને સમાજનો વિકાસ થાય તેવા ઉત્કૃષ્ટ પ્રયત્નો કરવા. બાળકો માટે શાળા સર્વાંગી વિકાસનું માધ્યમ બંને, બાળકો વધુને વધુ પ્રેરિત બની ઉત્કૃષ્ટ પ્રગતિ કરે તેજ અમારું લક્ષ્ય છે.
--શાસનાધિકારી