Nagar Prathmik Shikshan Samiti - Vadodara
About The Event

“ગુરૂ વગર તમે કેટલા પણ સફળ રહો, પણ સર્વશ્રેષ્ઠ નથી બની શકતા !”​

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા 5 મી સપ્ટેમ્બર શિક્ષક સન્માન તથા શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ચેરમેન શ્રી મિનેશભાઈ પંડ્યા દ્વારા નિવૃત્ત થયેલ શિક્ષકો તથા શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠ આચાર્ય, શ્રેષ્ઠ બાલવાડી તથા શ્રેષ્ઠ શિક્ષકોને તથા સમિતિના તમામ શિક્ષક પરિવારને શિક્ષક દિનની શુભેચ્છા પાઠવવામાં આવી. તેમજ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ની શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા તેમજ તેમના સમર્પણ અને યોગદાન ની વાત કરવા માં આવી.

આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી નિલેશભાઈ રાઠોડ, શહેર અધ્યક્ષ ડૉ. વિજય શાહ, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડીયા, ડેપ્યુટી મેયર શ્રીમતી નંદાબેન જોષી, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. હિતેન્દ્રભાઈ પટેલ, દંડક શ્રી ચિરાગભાઈ બારોટ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મિનેષ પંડ્યા, ઉપાધ્યક્ષ ડૉ. હેમાંગ જોષી, શાસનાધિકારી શ્રી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ તમામ શિક્ષક ગણ, મીડિયાના ભાઈઓ તથા ચોથા વર્ગના તમામ કર્મચારી ઓનો આ શુભ પ્રસંગે આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

 

  • Speaker: શિક્ષક દિવસ
  • Date 19/09/2022 - 22/09/2022
  • Time 09:00 - 00:00
  • Vanue નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ